જાણો…ચાણક્ય નીતિઃ પારિવારિક, સામાજીક, રાજકીય ક્ષેત્રમાં અકલ્પનિય સફળતા મેળવવાની ચમત્કારીક જડીબુટ્ટી…!!!

ચાણક્યએ ૨૦૦૦ વર્ષ પહેલા બતાવેલી સ્ત્રી અને પુરુષો વિશેની ચાર વાતો જે આજે પણ એટલી જ લાગું પડે છે

આચાર્ય ચાણક્યએ આપણા જીવનને સુખી બનાવી રાખવા માટે અનેક નીતિઓ બનાવી છે. આ નીતીઓમાં અનેક રહસ્ય છુપાયેલા છે, જેનાથી આપણે સુખ અને દુઃખની પણ જાણકારી પ્રાપ્ત થાય છે. આચાર્યએ વિશેષ કરીને પુરુષો માટે ત્રણ એવી સ્થિતિઓ બતાવી છે જે કોઈપણ પુરુષને ભયંકર દુઃખ આપે છે.

આચાર્ય ચાણક્ય કહે છે…..

वृद्धकाले मृता भार्या बन्धुहस्ते गतं धनम्।
भोजनं च पराधीनं त्रय: पुंसां विडम्बना:।।

-શાસ્ત્રો પ્રમાણે પતિ અને પત્નીનો સાથ સાત જન્મોનો માનવામાં આવે છે. ઘણીવાર દુર્ભાગ્યવશ એક જ જન્મમાં પતિ-પત્ની મૃત્યુના કારણે અલગ થઈ જાય છે. આચાર્ય ચાણક્ય કહે છે. વૃદ્ધાવસ્થામાં પત્નીનું મૃત્યુ અભાગ્ય જ હોય છે. એ રીતે આપણુ ધન કોઈ બીજાના હાથમાં ચાલી જાય અને કોઈના ગુલામ બનાવી જીવન યાપન કરવાની વાતો વ્યક્તિ માટે અભાગ્ય કે દુર્ભાગ્ય છે.

-આચાર્ય ચાણક્ય પ્રમાણે પતિ-પત્ની એકબીજા માટે સૌથી મોટો સહારો હોય છે. લગ્ન પછી બંનેનું જીવન આપસી તાલમેળ અને પ્રેમથી જ આગળ વધે છે. જો કોઈ પણ કારણસર તેમને અલગ થવું પડે તો આ સ્થિતિ અનેક પરેશાનીઓનો જન્મ આપે છે. પતિ-પત્ની એકબીજાના સૌથી વધુ જરૂરિયાત વૃ્દ્ધાવસ્થાનો સમય હોય છે. આ સમયે પત્ની મૃત્યુ પામે તો નિઃસંદેહ આ અભાગ્યની વાત છે. આ રીતે જો આપણુ કમાયેલ ધન કોઈ બીજાને મળી જાય કે કોઈ કારણે તે કોઈ બીજાના હાથમાં ચાલી જાય તો તે પણ ભાગ્યહીન હોવાની નિશાની છે. સાથે જ કોઈ પણ વ્યક્તિ માટે મોટું નરકથી ગુલામીનું જીવન. ગુલામ વ્યક્તિ પોતાની માટે ક્યારેય કંઈ કરી શકતો નથી.

-આચાર્ય ચાણક્યના કહેવા પ્રમાણે સમજદાર માણસ એ જ છે જે દરેક વિષમ પરિસ્થિતિઓમાં પણ સહજ રહે, સમાન્ય રહે. પછી ગમે તેવી સમસ્યા હોય, તેનું નિરાકરણ આસાનીથી કાઢી લે. કોઈપણ પ્રકારની વિષમ પરિસ્થિતિઓને દૂર કરવાની ક્ષમતા જે વ્યક્તિમાં હોય, તે સમજદાર હોય છે. જે વ્યક્તિ હાલાત અને સમયમાં છુપાયેલા સંકેતોને સમજી લે છ, તે જ સમજદાર છે.

-જો કોઈ માણસ અહીં બતાવેલ ગુણ નથી તો તેને શું કરવું જોઈએ? આ બાબતમાં આચાર્ય ચાણક્યએ સટીક ઉપાય બતાવ્યા છે. ચાણક્યના કહેવા પ્રમામે જે પ્રકારે જો કોઈ સાપ ઝેરીલો ન હોય. તો પણ તેને પોતાને ઝેરીલો બતાવવો જોઈએ. એ જ રીતે કોઈ વ્યક્તિ સમજદાર ન હોય કે વિદ્વાન ન હોય તો પણ તેને બીજાની સામે સમજદાર બનીને રહેવું જોઈએ. એમા જ ભલાઈ છે.

-ચાણક્ય કહે છેકે જે જગ્યાએ આપણને આદર-સન્માન ન મળે, જે જગ્યાએ રૂપિયા કમાવાનું કોઈ સાધન ન હોય, જ્યાં આપણો કોઈ મિત્ર કે સંબંધીઓ ન હોય, જ્યાં કોઈ જ્ઞાનની વાતો ન થતી હોય કે જ્યાં કોઈ ગુણ કે સારા કાર્ય ન હોય, એ સ્થાનને તરત જ છોડી દેવું જોઈએ. એમાં સમજદાર માણસની ભલાઈ છે.

-આચાર્ય ચાણક્ય નીતિમાં એવા કામ બતાવ્યા છે જે માણસ પોતે જ શીખે છે. અને આ કામ કરવા કોઈ બીજા વ્યક્તિ આપણને નથી શીખવતો. ચાણક્ય દ્વારા રચિત ચાણક્ય નીતિ ગ્રંથમાં એવી નીતીઓ બતાવી છે જે સુખી અને શ્રેષ્ઠ જીવનનું નિર્માણ કરે છે. આ નીતિઓનું પાલન કરવાથી વ્યક્તિને ક્યારેય પણ પરેશાનીઓનો સામનો નથી કરવો પડતો.

-ચાણક્યના કહેવા પ્રમાણે કોઈપણ વ્યક્તિ ગમે એટલા દાનવીર હોય, તેના સ્વભાવમાં જ નિહિત હોય છે. કોઈપણ માણસને દાનશક્તિને ઓછી કરવી કે વધારવાનું કામ જ મુશ્કેલ કામ છે. જો આદત વ્યક્તિના જન્મની સાથે જ આવે છે.

-બીજાની વાત, મીઠું બોલવું, જો કોઈ વ્યક્તિ કડવું બોલનાર હોય તો તેને લાખ સમજાવી લો તે ક્યારેય મીઠું બોલે, પરંતુ પોતાના સ્વભાવમાં લાંબા સમય સુધી નથી બદલી શકતો. જે વ્યક્તિ જન્મથી જ કડવું બોલતો આવ્યો હોય, તેને મીઠું બોલવાનું શીખવી નથી શકાતું. આ આદત પણ વ્યક્તિના જન્મની સાથે જ તેના સ્વભાવમાં સામેલ રહે છે.

-ત્રીજી વાત, ધૈર્ય ધારણ કરવું, ધૈર્ય એક એવો ગુણ છે જે વ્યક્તિની દરેક વિષમ પરિસ્થિતિઓમાંથી બચાવવામાં સક્ષમ છે. વિપરિત પરિસ્થિતિઓમાં ધૈર્ય ધારણ કરીને જ ખરાબ સમયને દૂર કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ દરેક કાર્ય ઉતાવળમાં કરે છે, વગર વિચાર્યે જ તરત જ નિર્ણય કરી લે તો તે પાછળથી નુકસાન ઊઠાવે છે. એવા લોકોને ધૈર્યનું જ્ઞાન આપવાનું પણ સમયની બરબાદી જ છે. કારણ કે આ ગુણ પણ વ્યક્તિને જન્મની સાથે જ તેના સ્વભાવમાં રહે છે.

-ચોથી વાત છે સમય ઉપર યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા, કોઈ પણ વ્યક્તિને એ નથી શીખવી શકાતું કે તે કયા સમયે કેવો નિર્ણય લે. જીવનમાં દરેક પળે અલગ-અલગ પરિસ્થિતિઓ નિર્મિત થાય છે. એવી વખતે સારા અને ખોટાનો નિર્ણય વ્યક્તિએ પોતે જ કરવો પડતો હોય છે. જે પણ વ્યક્તિ સમયસર યોગ્ય અને અનુચિત નિર્ણય સમજી લે છે, તે જીવનમાં ઘણી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરે છે. આ ગુણ પણ વ્યક્તિના જન્મની સાથે જ આવે છે અને સ્વભાવમાં જ સામેલ રહે છે.

સ્ત્રી અને પુરુષ બંને માટે સારી નથી આ 4 વાતો-

ચાણક્ય નીતિમાં કેટલાક એવા કાર્યો અને આદતો બતાવવામાં આવી છે, જે સ્ત્રી હોય કે પુરુષ બંનેનું જીવન ચોપટ કરી શકે છે. જે લોકો આ વાતોનું ધ્યાન નથી રાખતા, તે ક્યારેય પણ સુખી નથી બની શકતા અને ક્યારેય રૂપિયા પણ બચાવી નથી શકતા. આચાર્ય ચાણક્યની નીતિઓ આજે પણ આપણને યોગ્ય રસ્તો બતાવે છે અને પરેશાનીઓથી દૂર રાખી શકે છે.
આચર્ય ચાણક્યની આવી જ સારી વાતો અને કૂટનીતિથી મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત રાજા તૈયાર કર્યો અને તેને

-જે લોકો વગર કારણે દરેક વ્યક્તિ સાથે ઝઘડો કરે છે, તેમને સમાજમાં અપમાન સહન કરવું પડે છે. ઝઘડો કરનાર વ્યક્તિને કોઈ લોકો પસંદ નથી કરતા. એવા લોકો સાથે સમાજમાં કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારનો સંબંધ વ્યવહાર નથી રાખતા. આથી આ લોકો ચોપટ થઈ જાય છે.

-સૌથી વધુ ખરાબ સ્થિતિ એ પુરુષોની થાય છે જે અનેક સ્ત્રીઓ માટે બેચેન રહે છે. અનેક સ્ત્રીઓની આગળ-પાછળ ચક્કર લગાવે છે. એવા લોકો ખૂબ જ ઝડપથી ચોપટ-બરબાદ થઈ જાય છે. ઠીક એવી જ રીતે જો કોઈ સ્ત્રી પરપુરુષ સાથે અનૈતિક સંબંધ ધરાવે છે તે પણ બરબાદ થઈ જાય છે.

-આચાર્ય ચાણક્ય કહે છે, જો સૂતેલો સાંપ જોવા મળે તો તેને છેડવો ન જોઈએ. દૂરથી જ નિકળી જવું જોઈએ. નહીંતર જીવન ઉપર મોતનું સંકટ રહે છે. સાંપના કરડ્યા પછી વ્યક્તિનું બચવું મુશ્કેલ થઈ જાય છે. આથી સૂતેલા સાંપને જગાડવો ન જોઈએ.

-કોઈ રાજાને ઊંઘમાંથી જગાડવાનું સાહસ ન કરવું જોઈ. એમ કરવાથી રાજાનો ક્રોધ સહન કરવો પડી શકે છે. જો કોઈ સિંહ કે જંગલી જાનવર સૂઈરહ્યું હોય તો તેની પણ દૂરથી જ નિકળી જવું જોઈ. નહીંતર પ્રાણોનું સંકટ ઊભું થઈ શકે છે.

-જો કોઈ ભૂંડ સૂઈ રહ્યું હોય તો પણ તેને જગાડવું ન જોઈએ. નહીંત તેપણ ઊઠતાની સાથે જ ગંદકી ફેલાવી શકે છે. તે સિવાય જો કોઈ નાનું બાળક સૂઈ રહ્યું હોય તો તેને પણ ક્યારેય ન ઊઠાડો. નહીંતર તેને ચુપ કરાવવું મુશ્કેલ થઈ જાય છે.

-જો તમે કોઈના ઘરે જાઓ અને તે ઘરમાં કૂતરું સૂઈ રહ્યું હોય તો તેને પણ જગાડવાની ભૂલ ન કરવી જોઈએ. તે પણ તમને કરડી શકે છે. જો કોઈ સૂતેલા મૂર્ખ વ્યક્તિને જગાડવામાં આવે તો તેને સમજાવવું પણ મુશ્કેલ થઈ જાય છે. આથી તેને પણ ઊંઘમાંથી જગાડવી ન જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર
Previous Post Next Post