4 ચોપડી ભણેલા રસિકભાઈની લીલી ચટણીની છે ધૂમ, વાંચો સાહસિક SUCCESS સ્ટોરી



આપણું ગુજરાતના દરેક શહેરો ખાણી-પીણીના મામલા માં ખુબ જ ફેમસ છે. વિદેશ થી લઈને ભારતના ખૂણા સુધી ગુજરાતી આઈટમો ફેમસ છે અને આપણે બધા ગર્વ અનુભવીએ છીએ. તો ચાલો આજે વાત કરીએ એક એવા માણસ ની જેને ચાર ચોપડી પાસ કરી નમકીન ના બીઝનેસમાં પોતાની બ્રાંડ સૌથી ટોચ પર લઇ ગયા. આ વ્યક્તિ છે રસિક ભાઈ. રસિકભાઈ એ 50 વર્ષ પહેલા મરચા અને સિંગદાણામાંથી લીલી ચટણી બનાવી હતી. રોજની 100 કિલો ચટણી વેચાય રહી છે. જો કે, તહેવારમાં આંક 150 કિલો સુધી પહોંચી જાય છે. આ ચટણી એટલી ફેમસ છે કે લોકો આંગળા ચાટતા રહી જાય છે

1969માં કેબિનમાં વેચતા ચટણી-ચેવડો

મૂળ રાજકોટમાં જ રહેતા રસિકભાઇ ચોટાઇ રસિકભાઇ ચેવડાવાળાથી વધુ ઓળખાય છે. રસિકભાઇને સંતાનમાં બે પુત્રો છે. રસિકભાઇના અવસાન પછી ધંધાની જવાબદારી સંતાનોએ સંભાળી છે. માત્ર 10 ચોપડી ભણેલા તેના પુત્ર રાજેશભાઇએ જણાવ્યું હતું કે, 1969માં જ્યુબિલિ પાસે પપ્પા સાદી કેબિનમાં ચટણી-ચેવડો વેચતા. છેલ્લા 25 વર્ષથી લીમડા ચોકમાં દુકાન કરી છે. હાલ રાજકોટમાં એલગ અલગ વિસ્તારમાં 6 જેટલી બ્રાન્ચ છે.

ચટણીનો એકધારો ટેસ્ટ

રાજેશભાઇએ ચટણીની વિશેષતા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, શહેરમાં અનેક લોકો લીલી ચટણી બનાવે છે. પરંતુ અમારી ચટણી લોકોને ભાવે છે તેની પાછળની ખાસિયત એ છે કે, એક જ ધારો ટેસ્ટ હોય છે અને શુધ્ધતાને લઇ અમે કોઇ પણ પ્રકારની બાંધછોડ કરતા નથી. સારી ક્વોલિટીના લીલા મરચા અને સિંગદાણાનો ઉપયોગ કરવામાં આવે છે.



ફ્રિઝમાં બે મહિના સુધી બગડતી નથી



કિલોના 120 રૂપિયા ભાવ

રસિકભાઇની લીલી ચટણીનો ભાવ એક કિલોનો ભાવ 120 રૂપિયા છે. તેમજ ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે છૂટક તથા જથ્થાબંધ ચટણી આપવામાં આવે છે. ગ્રાહકો પણ હોંશેહોંશે અમારી ચટણીનો સ્વાદ માણે છે.






સ્ટોરી ગમી તો શેર જરૂર કરો ..
Previous Post Next Post