શિયાળામાં તલના ગુણધર્મો થઈ જાય છે ડબલ, જાણો શિયાળામાં તલ ખાવાથી થતાં ફાયદાઓ વિષે !!! માહિતી વાંચો અને શેર કરો


શિયાળામાં બજારમાં તલની અલગ લાલગ વેરાયટી મળે છે. પરંતુ શિયાળામાં હંમેશા ગરમ વસ્તુ જ ખાવી ફાયદામંદ રહે છે. અને જો એવી વસ્તુ કોઈ હોય કે જેની ગરમ તાસીર હોય તો તે છે તલ.

તલને ખાવા એટલા માટે સારા માનવામાં આવે છે કે, કેમકે એમાં વિટામીન્સ, મિનરલ્સ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફાઇબર, કોપર, ઝિંક હોવાથી તેને શિયાળામાં ખાવા ફાયદાકારક છે.

તમને જણાવી દઈએ કે તલ હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. અને તેનાથી હૃદયની બીમારી પણ દૂર રહે છે.

તલમાં હાજર મેગ્નેશિયમ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી રહે છે. એટલા માટે સુગરના દર્દીઓને તલ ખાવા માટે ખૂબ જ અસરકારક રહે છે.

તલમાં ફાઇબરની માત્રા ખૂબ વધારે હોય છે. જે શરીરના પાચક તંત્રને સારી રીતે કાર્ય કરે છે અને પેટની સમસ્યાઓ દૂર થઈ જાય છે.

લોહીની બધા જ પ્રકારની કમી ને તલ પૂરી કરી દે છે. સાથે સાથે તેમાં રહેલ કેલ્શિયમ અને ઝીંક હાડકાંને મજબૂત બનાવે છે.

તલનાં બીજનો ઉપયોગ વાળ માટે વરદાનરૂપ સાબિત થાય છે. તના તેલને ના પ્રયોગ વાળમાં રોજ કરવામાં આવે તો વાળ કાળા, લાંબા ને ચમકદાર બને છે.

તલનો ઉપયોગ ચહેરા પર નિખાર લાવવા માટે પણ ઉપયોગી છે. તલને દૂધમાં મિક્સ કરી પેસ્ટ બનાવી ચહેરા પર ફેસપેકની જેમ લગાવવાથી ચહેરામાં કુદરતી ચમક આવે છે.

શરીરના કોઈપણ ભાગમાં જો ત્વચા બળી જાય તો એ અંગ પર તલ પીસીને એમાં કપૂર મિક્સ કરી લગાવવાથી રાહત થાય છે. અને દાઝેલો ધાવ પર જલ્દી રૂઝ અને નવી ચામડી આવે છે.

તલનો ઉપયોગ માનસિક દુર્બળતા ઘટાડે છે, જેનાથી તમે ડિપ્રેશનથી મુક્ત થઇ શકો છો. તમે દરરોજ થોડા તલ ખાવાથી માનસિક રીતે મજબૂત બની શકો છો.
Previous Post Next Post