O Blood Group વાળા લોકો ને મચ્છર વધારે ડંખ મારે છે.

શું તમારી સાથે ક્યારેય એવું થયું કે તમને મચ્છર કરડવાની સમસ્યા બહુ સતાવતી હોય પણ તમારા મિત્રો કે પરિવારજનોને મચ્છર બિલકુલ હેરાન ન કરતા હોય. એક રિસર્ચમાં તારણ નીકળ્યું છે કે જેમનું બ્લડ ગ્રૂપ “ઓ છે તેમને મચ્છર વધારે ડંખ મારે છે.

ફ્લોરિડા યુનિવર્સિટીના રિસર્ચ પ્રમાણે મચ્છર ડાર્ક રંગના કપડાં તરફ પણ વધારે આકર્ષિત થાય છે.

લોરિડા યુનિવર્સિટી સાથે રાજિોડાયેલા રિસર્ચર જોસેફ સ્ટ્રીમબર્ગ કહે છે કે મચ્છરના ડંખ અને બ્લડ ચૂપ વચ્ચે કોઈને કોઈ સંબંધ છે.

રક્તનો પ્રકાર: સંયુક્ત રાજ્ય અમેરિકાની ફ્લોરિડા યુનિવર્સિટીના રિસર્ચમાં " માહિતી મળી છે કે મચ્છર ‘ઓ' બ્લડ ગ્રુપ તરફ વધારે આકર્ષિત થાય છે. લોહીના ચાર ગ્રૂપ હોય છે એ, બી, એબી અને ઓ. બ્લડ ગ્રુપ “ઓ' " સર્વદાતા છે. આ પ્રકારના લોહીમાં ખાસ પ્રકારનાં તત્ત્વની હાજરી જોવા મળે છે જે મચ્છરને આકર્ષિત કરે છે.

શ્વાસોશ્વાસ: સંશોધન પરથી માહિતી મળી છે કે જે વ્યક્તિ લાંબો શ્વાસ લે છે તેમને મચ્છર વધારે ડખ મારે છે. હકીકતમાં ઉફ્ફાસ દરમિયાન શરીરમાંથી બહાર આવતા કાર્બન ડાયોક્સાઇડમાં દરેક વ્યક્તિના શરીરની આગવી ગંધ સમાયેલી હોય છે અને મચ્છર એ પરથી જ કઈ દિશામાં જવું છે એ નક્કી કરતા હોય છે,

લેક્ટિક એસિડ: ત્વચા પર લેક્ટિક એસિડનું પ્રમાણ જેટલું વધારે હશો એટલા જલદી તમે મચ્છરનો ટાર્ગેટ બનશો. આ સિવાય જો શરીરનું તાપમાન વધારે હશે તો એ મચ્છરને બહુ જલદી માફક આવી જશે. આ કારણોને લીધે જ કસરત કર્યા પછી મચ્છરનો ભોગ બનવાની શક્યતા વધારે હોય છે.

ગર્ભાવસ્થા: ગર્ભવતી મહિલાઓને અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે, મચ્છર પણ તેમને વધારે હેરાન કરે છે. યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાનું સંશોધન જણાવે છે કે ગર્ભવતી મહિલાઓ બીજી મહિલાઓ કરતાં વધારે ઊંડા શ્વાસ લેતી હોય છે અને શરીરનું તાપમાન પણ વધારે હોય છે. આ કારણે જ મચ્છર તેમને વધારે ડુંખ મારે છે.

આહોહોલ: કેટલાક રિપોર્ટ પ્રમાણે જો તમે આસ્કોહોલનું સેવન કરતા હો તો મચ્છર તમારી તરફ વધારે આકર્ષિત થાય છે. હકીકતમાં બીયરના સેવનથી પરસેવામાં ઇથેનોલનું પ્રમાણ વધે છે જે મચ્છરને વધારે આકર્ષિત કરે છે. જોકે આ સંશોધનને કોઇ સત્તાવાર સમર્થન નથી મળ્યું.

આઇસોલ્યુસિસની ડિમાન્ડ:રકામાં આઇસોલ્યુસિનનું વષારે પ્રમાણ મચ્છરના | Jખનો ભોગ બનવા પાછળનું એક કારણ કોઇ શકે છે. માદા મચ્છરને જીવન ટકાવી રાખવા માટે આઇસોલ્યુલિનની જરૂર હોય છે. આ કારણે જે લોકોના શરીરમાં આઇસોલ્યુલિનનું પ્રમાણ વધારે હોય છે જેને કારણે તેમને મચ્છર વધારે હેરાન કરે છે.

Previous Post Next Post