Earbuds અને Headphone ને દુનિયા બદલી જાણો રોચક માહિતી

વોકમેન જેણે વાપર્યું હશે એને ખ્યાલ હશે કે, હેડન સપોર્ટ ન કરતા હોય અને પીન બરોબર ફ્ટિ ન થઈ હોય તો કોઈ મોટા ઓડિટિરયમમાં કંઈક વાગતું હોય એવો અહેસાસ થાય. કંપનીના વૉકમેન ડિવાઈસને સપોર્ટ કરતા હેડફેન કે ઈયરબડતો જાણે આસપાસની દુનિયામાંથી સાઉન્ડ આવી રહ્યા હોય એવી ફલિંગ્સઆવે. આ જ વસ્તુ અત્યારે મોબાઈલમાં રહેલી એક એપમાંથી મળે છે. વસ્તુ એ જ છે મેથળ અને ટેકનોલોજી બદલી છે. સાઉન્ડ ઈક્ટના શોખીન હેડફેન હોય કે મોબાઈલ એમાં પણ પોતાને ગમતું ઈક્વિલાઈઝર કસ્ટમાઈઝ કરે છે. ન વધુ પડતું વાસ કે ન વધુ પડતી ઈકો ફેક્ટ. એકદમ મેલોડિયસ જે ટોનમાં કોઈ પણ ગીત વાગે તો ગમી જાય. ફ્રિક્વન્સીના ફેર્મેટ બદલતા ગયા એમ સાઉન્ડ ઈફેક્ટ વધુ ચોખ્ખી અને સ્પષ્ટ થતી ગઈ. જૂના ગીત સાંભળો અને આજના ડીજેના ધબાકા સાંભળો એટલે આ તાવત વધારે ક્લિયર થશે.

{tocify} $title={Table of Contents}

એ સમયે પણ ડિસ્કો હતું જ પણ સાઉન્ડની એક મર્યાદા હતી.રેકોર્ડિંગ ટેકનોલોજી અને | ડિવાઈસની પોટેબિલિટીએ થોડી હળવાશ કરી આપી. કેસેટમાંથી સીડી, સીડીમાંથી ડીવીડી તરફ પ્રયાણ થયું. ડીવીડી માંથી હવે પેનડ્રાઈવ અને હાર્ડડિસ્ક મોડ પર છીએ. એટલે કે જેમ જેમ ડિવાઈસની સ્પેસ વધતી ગઈ એમ સામે સાઉન્ડની ક્લિયારિટી પણ વધુ સુધરતી ગઈ. દરેક ઈન્સ્ટમેન્ટની પક્ટ રેકોર્ડિંગ પ્રાપ્ય બન્યું. તો વોકાલિસ્ટ કે Solo Perform કરનારા માટે અનપ્લગ્ડ ફ્યુચર આવ્યું. જેમાં કોઈ એક જ વાદ્ય તાલ પુરાવતું હોય અથવા તો ધીમે ધીમું બેગ્રાઉન્ડમાં વાગતું હોય. આજે એવી ઓડિયો ફ્રિક્વન્સી ટેકનોલોજીની વાત કરવી છે જે આવનારા દાયકામાં ઓડિયો લેયરનું આખું માળખું બદલી નાંખશે.

1 ફેક્સ ઓડિયો

જેનું નામ એવું કામ હેડફોનના કે ઈયરબડના વાયરને સાચવવાથી કંટાળી ગયો છો? લૂટુથ હેડફોન આવ્યા પણ ચાર્જિંગ કર્યા વગર છૂટકો નથી. એક વાર ચાર્જ ન હોય તો નકામા. પણ કોઈ એમ કહે કે, હેડફોન, ઈયરફોન કે કોઈ પણ ડિવાઈસ વગર તમને હેડફોનમાં સાંભળતા હોવ એવી જ ઈફેક્ટથી સાઉન્ડ સાંભળવા મળે તો? હા. ફોકસ ઓડિયોમાં કોઈ જ પ્રકારના સાઉન્ડ લિસનિંગ ડિવાઈસની. જરૂર નથી. નો હેડફોન, નો ઈયરફોન, નો લૂટુથ ઓડિયો ઈયરફોન. તો કરવાનું શું? બસ કંઈ નહીં જે ડિવાઈસમાં તમારા ગીત કે સાઉન્ડ હોય એને ચાલુ કરવાનું અને એની બરોબર સામે ઊભી રહી જવાનું. 

જેમાં એક નાનકડી સ્કીન સાથે તમારું એ ડિવાઈસ કનેક્ટ થઈ જાય જેમાં ગીત કે, સાઉન્ડ છે. પછી સ્કીન સામે ફેસ સેટ કરવાનો. બસ પછી તમારૂ મ્યુઝિક તમે પર્સનલી એન્જોય કરી શકશો. એટલું જ નહીં વોલ્યુમ, પિચ, સીક પ્લે, પોઝ અને નેક્સ્ટ સુધીનું મેનીપ્યુલેશન તો ખરા જ. આ ટેકનોલોજીમાં જે તે ઓડિયો કોન્ટેન્ટ સીધુ તમારા કાનમાં પ્લે થશે. ગત વર્ષે કેલિફોર્નિયા સિટીમાં થયેલા ટેકશૉમાં આ ટેકનોલોજીને ખુલી મૂકવામાં આવી હતી. હાલ તે સાઉન્ડ બેન્ક ડિવાઈસ સાથે ટેસ્ટિંગ મોડ પર છે. 

આ સમગ્ર ટેકનોલોજી એક સરળ કોન્સેપ્ટ પર કામ કરે છે એ છે ઓડિયો સ્પોટ લાઈટ, જે તમારા કાન સુધી આવતા તરંગોમાં સાઉન્ડ ક્વિન્સી સાથે તમારા સુધી પહોંચે છે. નાઈટ લેમ્પ જેટલા નાના અને સાવ ઓછા પ્રકાશની મદદથી સાઉન્ડ વેવ કાન સુધી લાવે છે. એટલે એક રૂમમાં બે જુદા જુદા ડિવાઈસમાંથી બે વ્યક્તિ એક જ સમયે જુદા જુદા ટ્રેકને એન્જોય કરી શકે છે. અમેરિકી સ્ટાર્ટઅપ નોવેટોએ એવો અભ્યા કર્યો કે, લાંબા સમય સુધી ઈયરફોન કાનને નુકસાન કરે છે કારણ કે એમાં પ્લાસ્ટિક અને સર્કિટ બંને હોય છે. એટલે એમાંથી છૂટકારો મેળવવા આ વસ્તુનો પ્રયોગ થયો.

2 એપ્ટેક્સ

બ્યુટુથ ઓડિયોમાં ઘણી વખત સાઉન્ડ ઈફેક્ટ સાંભળવાની મજા નથી આવતી. પણ સિનેમા હોલ જેવા સાઉન્ડ લૂટુથ સ્પીકરમાંથી નીકળે તો? આ વસ્તુ શક્ય છે એપ્ટેલ પ્લેટફોર્મથી. જે લૂટુથ ઓડિયોને વધારે સ્પષ્ટ અને ચોખ્ખો બનાવે છે. સિકવન્સા કે વિન્સીને કોઈ પ્રકારની હાનિ કર્યા વગર તે કામ કરે છે. ઓડિયોની ક્વોલિટીમાં એવો ફેર પડશે જાણે એચડીમાંથી ફોર કેમાં સ્વીચ થયા હોય, સૌથી ખાસ વાત એ છે કે જે તે મોડ સાથે તે એડજસ્ટ થઈ જશે. 
દા.ત. ફિલ્મમાં હીરો દોડતો હોય પણ એના શ્વાસના અવાજ ક્યાંય સંભળાતા નથી. પણ આવું વાસ્તવમાં શક્ય છે એપ્ટેક્સથી. ડાયનામાઈક પર્ફોમન્સ એડજસ્ટમેન્ટ ફીચર જે તે કોન્ટેટ સાથે એડજસ્ટ થઈ જાય છે. આ વસ્તુ તમારું ઓડિયો કોન્ટેન્ટ શું છે અને કેવું છે એના પર આધારિત છે. સૌથી મોટી આ વાત એ છે કે, આ એક વાયરલેસ ટેકનોલોજી છે. માત્ર એક સર્કિટ પર સમગ્ર સિસ્ટમનો આધાર હોય છે. જે ઓડિયો કોન્ટેન્ટમાં કોઈ પ્રકારના ફિલ્ટર વગર એના ઓરિજિનલ સાઉન્ડની નજીક વિા પ્રયત્ન કરે છે અને પર્ફોમન્સ આપે છે.

3 ઈન ડિપ્લે સ્પીકર

પહેલો પ્રશ્ન એ થાય કે, કોઈ સ્પીકર ડિવાઈસ હોવા છતા ટેકનોલોજી કેવી રીતે હોઈ શકે? ડિપ્લે મેન્યુફેક્યર કંપનીએ તૈયાર કરેલી એક એવી વસ્તુ છે જે આવનારા દાયકામાં સ્માર્ટફોન અને ટીવીમાં જોવા મળશે. હજુ પણ એક વર્ગ એવો છે જે સ્પીકરની બાબતમાં જેબીએલ, ડોલબી ડિજિટલ અને સોનીને પંસદ કરે છે. આ સ્પીકર આવતા વધુ એક સારો અને મોટો વિકલ્પ મળી રહેશે. 

જાણીતી મોબાઈલ કંપની હાલમાં આ ઈન ડિપ્લે ટેકનોલોજી પર કામ કરી રહી છે. જેમાં માત્ર ડિપ્લે એક્ટિવ કરો એટલે સાઉન્ડ શરૂ. એ પણ કર્ણપ્રિય, કાનફાડ નહીં. જેમ વોલ્યુમ કરવાથી અવાજનું ક્ષેત્ર મર્યાદિત થઈ જાય એમ આ ફીચરમાં ચોક્કસ એરિયા તમે ફોકસ કરી શકો. 

આ પણ ઓડિયો સ્પોટલાઈટ ટેકનોલોજી પર કામ કરે છે. સૌથી ખાસ વાત એ છે કે, ઘણી વખત આપણે લેફટ રાઈડ રાઉન્ડની મજા માણવા માટે એવા ગીત પ્લે કરીએ છીએ. પરંતુ આ ટેકનોલોજીમાં જે વાંજિત્રો જેટલા ડિસ્ટન્સથી પ્લે થતા હશે. જે સાઈડથી એટલે કે લેફટ કે રાઈટથી પ્લે થયા હશે એની ક્લિયર ઈફેક્ટ સાંભળવા મળશે. સ્માર્ટમાં પાઈઝો સેન્સર સિસ્ટમ સાથે આ સ્પીકર કામ કરશે. સૌથી મોટો ફાયદો એ થશે કે, સાઉન્ડને એક્સપાન કરવા વધારાના કોઈ એપ્લિફાયરની જરૂર નહીં પડે.

4 રિયલ ટાઈમ ટ્રાન્સલેશન

યાદ કરો એ પ્રસંગ જ્યારે ડૉનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવ્યા હતા. અથવા નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા. એ સમયે બંને નેતાઓએ એક ડિવાઈસ પહેર્યું હતું. પણ ડિવાઈસ કરતા એની ટેકનોલોજી વધુ મહત્ત્વની છે. એ હતી રિયલ ટાઈમ ટ્રાન્સલેશન સિસ્ટમ ઓડિયો ડિવાઈસ. 
જેમાં ચોક્કસ ભાષાના જાણીતા-અજાણ્યા શબ્દોના સાચા અર્થ એ પણ એવા ફોર્મેટમાં ગોઠવાઈને કાન સુધી આવી જાય જાણે સામેની વ્યક્તિ આપણી જ ભાષા બોલતી હોય એવો અહેસાસ થાય. એટલું જ નહીં આ સિસ્ટમની એક એપ્લિકેશન તૈયાર થઈ રહી છે જેમાં વ્યક્તિ જે બોલે છે એ તમને સમજાય એવી ભાષામાં ટ્રાન્સલેટ થઈને આવે છે. એટલું જ નહીં જે તે સ્પીચને રેકોર્ડ કરી બીજી ત્રીજી કોઈ પણ ભાષામાં ફેરવી શકો છો. હા, અંદર કંઈ એડિટ નહીં કરી શકાય. આ માટે વાયરલેસ ઈયરબડ પણ આવી રહ્યા છે. જેનું ટ્રાયલ ચાલી રહ્યું છે.

ટેકનોલોજીના માધ્યમથી સંગીત

પ્રાપ્યતાના નવા સ્તરે પહોંચ્યું એક એવો પણ સમય હતો જ્યારે ઈન્સ્ટમેન્ટલની કેસેટ કે સીડી સૌથી મોંઘા ભાવે વેચાતી હતી. એમાં પણ વિદેશી વાંજિત્રોની મોજ માણવી હોય તો વધારે ખિસ્સ ખાલી કરવું પડતું. પોર્ટેબિલિટી અને ઓડિયો સ્ટ્રિમિંગ સિસ્ટમ આ દુનિયા બદલી નાખી. ટેકનોલોજીને કારણે સંગીતની પ્રાપ્યતા વધી છે. એપ્લિકેશનથી લઈને સાઉન્ડના, રિધમના, બિટના, વાંજિત્રોના અને અવાજના કોમ્બિનેશન સુધી બધુ જ પ્રાપ્ય છે. એ પણ દરેક ફોર્મેટમાં છે. 

જેમાં તમે રીધમ બનાવી પણ શકો અને કસ્ટમાઈઝ પણ કરી શકો. એવામાં એક જાણીતી વૉકબેડ એપ્લિકેશને એવી મોકળાશ આપી કે, તબલામાં ડિસ્કોસોંગ સાંભળવું હોય તો એ પણ થઈ શકે. કોઈ શાસ્ત્રીય ઢાળના ગીતને વેસ્ટર્ન ટચ આપવો હોય તો એ પણ શક્ય છે. ઓડિયો ટેકનોલોજીમાં સાયન્સના અલગોરિધમ અને આર્ટના અલંકારોનું મિશ્રણ છે એટલે જ ઓડિયો ટેક કહેવાય છે. વૉશિંગટનમાં આવેલી અમેરિકન યુનિવર્સિટીએ તો ઓડિયોટેક નામનો એક આખો ડિગ્રી કોર્સ શરૂ કર્યો છે. 

જેમાં રેકોર્ડિંગથી લઈને પોસ્ટકાસ્ટ સુધી દરેક અવાજના તરંગોનો અભ્યાસ થાય છે. પછી વર્ષ ૨૦૦૦ના કાળમાં એક સમય એવો પણ આવ્યો કે સાઉન્ડ સોફટવેર સાથે હાથ મિલાવ્યા. એમાં સોનીનું સાઉન્ડફોર્જ સૌથી જાણીતું બન્યું જેમાં કોઈ પણ ઓડિયોને વેવ ફોર્મેટમાં એડિટ ક્રોપ, પેસ્ટ કે કસ્ટમાઈઝ કરી શકો. એટલું જ નહીં એક પણ વાંજિત્ર વગર ધુનની સિકવન્સ સેટ કરી શકો.

ફાયદો
  • સૌથી મોટો ફાયદો એ થશે કે હવે ઘોંઘાટ ઘટશે.
  • સ્પીકરમાં લૂટુથ આવતા બીજા ડિવાઈસની જરૂરિયાત ઘટશે
  • જે દિવ્યાંગ છે એના માટે સ્માર્ટફોનમાં મર્જ થયેલી ઈન ડિપ્લે ટેકનોલોજી
  • મ્યુઝિયમ, એક્ઝિબિશન, ઓટો પ્રોપર્ટી કે ટેક શૉ વખતે દરેકને જુદા જુદા ફીચર્સ સમજાવવા નહીં પડે.
  • આ ટેકનોલોજી સાઉન્ડ બેન્ક કે સાઉન્ડ સેડ ડિવાઈસ સાથે કામ કરે છે.
  • વ્યક્તિ એનું વોલ્યુમ અને ઈફેક્ટ સેટ કરી શકે છે.
Previous Post Next Post