રહસ્યઃ 40 કરોડ વર્ષ જૂની ગુફામાં છે ગણેશજીના મોટાભાઈનું સુંદર મંદિર


બાટુ કેવ્સનો ઇતિહાસ 40 કરોડ વર્ષ જૂનો છે. પ્રાચીન કાળમાં આ ગુફાઓનો ઉપયોગ અનેક પ્રકારની જનજાતિ રહેવા માટે કરતી હતી. તે સમયે ભારતીય વેપારી થમ્બુસ્વામી પિલ્લઈ મુખ્ય ગુફાના પ્રવેશ દ્વારની બનાવટથી ખૂબ પ્રભાવિત થયા હતા. આ ગુફાઓ યુદ્ધમાં ઉપયોગ થતા અસ્ત્ર ભાલાના આકારની જેવી છે.



તેમણે આ ગુફાને ભગવાન મુરૂગનના નામ પર સમર્પિત કરવાનો નિર્ણય કર્યો અને થેન્દયુથાપની મંદિરની સ્થાપના કરી. વર્ષ 1890માં પિલ્લઈએ ક્વાલાલંપુરમાં શ્રી મહામરિઅમ્મન મંદિર બનાવ્યું અને ત્યાં ભગવાન મુરૂગન સ્વામીની મૂર્તિની સ્થાપના કરી.


બાટુ કેવ્સ સ્થિત ભગવાન મુરૂગનના મંદિરમાં તામિલ મહિના થાઈની પૂનમના થાઈપુસમ નામનો તહેવાર ઉજવવામાં આવે છે. તેને ભગવાન મુરૂગનના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. ત્રણ દિવસ સુધી ચાલતા આ તહેવાર માટે સમગ્ર દેશ(મલેશિયા)થી હજારોની સંખ્યામાં તામિલ ભેગા થાય છે.


મુરૂગન છે અહીં કુમારા સ્વામી


એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિને પોતાની પત્ની ઉમા (પાર્વતી)ની સાથે નૃત્ય કર્યું હતું અને આ દિવસે તેમના મોટા પુત્ર કાર્તિકેય (મુરૂગન સ્વામી)ને પોતાની માતા તરફથી દેવીય ભાલા પ્રાપ્ત થયો હતો. દુનિયાભરમાં તામિલ લોકો જ્યાં તેને મુરૂગન કહીને સંબોધે છે તો તેલુગૂ લોકો કુમારા સ્વામીના નામથી પૂજે છે.




ભગવાન કાર્તિકેયના હજારો નામ છે. થાઈપુસમના દિવસે ભગવાન મુરૂગનની મૂર્તિને સુગંધિત જળથી સ્નાન કરાવવામાં આવે છે. તેમને શ્રૃંગાર કરાવવામાં આવે છે. તહેવારના બીજા દિવસે રથમાં પ્રભુની શોભાયાત્રા નીકળવામાં આવે છે. સાંસ્કૃતિક વિવિધતા ધરાવતો દેશ મલેશિયા આમ તો એક મુસ્લિમ રાષ્ટ્ર છે, પરંતુ અન્ય ધર્મોના પ્રત્યે તે કાયમ ઉદાર રહ્યો છે.


અહીં મલય, ચીની તથા ભારતીય સભ્યતાઓનું અદભુત મિશ્રણ છે. પારંપરિક શૈલીમાં બનેલી મસ્જિદો હોય અથવા બૌદ્ધ મંદિર બધા પ્રવાસીઓની વચ્ચે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહે છે. બાટુ કેવ્સ હિન્દુ આસ્થા તથા માન્યતાઓનો કેન્દ્ર છે. પ્રાચીન સમયમાં નજીકથી પસાર થવાવાળી એક નદી સુંગઈ બાતુના નામ પર જ આ ગુફાનું નામ બાટુ કેવ્સ પડ્યું.


જો કે કૃત્રિમ પ્રકાશ દ્વારા ગુફામાં પ્રકાશ લાવવામાં આવ્યો છે. મંદિર સુધી પહોંચવા માટે 1920 સુધી લાકડાંના બનેલા પગથિયાં હતા જેને પછી સીમેંટથી પાક્કાં કરી દેવામાં આવ્યાં છે. આ ગુફાઓ પ્રવાસીઓ માટે દરરોજ ખુલે છે. અહીં આવનાર લોકો ગુફાઓ તથા મંદિરોના ઇતિહાસ વિશે અહીં લગાવેલી પટ્ટીઓ દ્વારા જાણી શકે છે.


આ રીતે પહોંચી શકાય

બાટુ કેવ્સ સુધી બસ, ટેક્સી અથવા ટ્રેનથી પહોંચી શકાય છે. નજીકમાં જ સ્થિત એક અન્ય ગુફાને બાટુ કેવ્સનું નામ આપવામાં આવ્યું છે. અંધારાથી ભરેલી આ ગુફાઓમાં ચામાચીડિયાંને ગુફાની ઉંચાઈઓ પર લટકતાં સરળતાથી જોઈ શકાય છે.


ગાઇડ તમને ગુફાની પ્રાચીનતા, સાર-સંભાળ વિશે બતાવતા જશે. એક અન્ય ગુફા પણ છે જેને રામાયણ કેવ્સ કહેવામાં આવે છે. અહીં હનુમાનજીની મોટી મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે.


આ લેખ તમે ગુજ્જુ પોર્ટલ થાકી વાંચી રહ્યા છો.
Previous Post Next Post